કયામત
એક કયામત આવી છે
એક ઘર ઉપર આવી છે
સંબંધો ને પૈસા થી તોલ્યા છે
આભૂષણો કંકાશ થી ભર્યા છે
શું તમે એનાથી જાગૃત છો?
મન ઉપર તેની ઊંડી અસર પડી છે
દુઃખ દરિયા જેવું થયું છે
મન બરડ થયું, ક્યાંક તૂટ્યું તો ક્યાંક મેલું થયું છે
શું તમે એનાથી જાગૃત છો?
પૈસા તથા જમીન ની ગણતરી મહોતાજ બની
સમસ્યા નું સમાધાન જે જાણ્યું તેજ સમસ્યા બની
હૃદય સંકળાઈને કાંકરા જેવું થયું
વાણી ની નરમાશ, અને મન ની હળવાશ અજાણી બની
શું તમે એનાથી જાગૃત છો?
ભૂતકાળ ના દર્દ માનસપટ પર લહેરાય
દરેક ચર્ચા માં તે નીકળતું દેખાય
બુદ્ધિ અને સમજણ તેનાથી દબાય
અને વાતે વાતે ઉશ્કેરાટ પેદા થાય
શું તમે એનાથી જાગૃત છો ?
Comments
Post a Comment